એવી ઓપન સોર્સ પ્રાઇવસી ટેક્નોલોજી વિકસાવવી જે મુક્ત અભિવ્યક્તિનું રક્ષણ કરે અને સુરક્ષિત વૈશ્વિક સંચાર સક્ષમ કરે.
અમારી ફ્લેગશિપ પ્રોડક્ટ, Signal મેસેન્જર સાથે, અમે માનીએ છીએ કે ઉપયોગકર્તાની ગોપનીયતાની હિમાયત કરવી એટલે તમારા તેમજ અમારા ડેટાને "જવાબદારીપૂર્વક" મેનેજ કરવા ઉપરાંત, કોઈના પણ હાથમાં આવવાથી દૂર રાખવા.
ઓપન સોર્સ કોમ્યુનિટીના પ્રતિબદ્ધ સભ્ય તરીકે, અમે અન્ય કંપનીઓ માટે તેમની પોતાની પ્રોડક્ટ અને સેવામાં અપનાવવા માટે અમારી ટેક્નોલોજીને પ્રકાશિત કરીએ છીએ અને જ્ઞાન વહેંચીએ છીએ.
Signal ફાઉન્ડેશન એ 501c3 અનુસાર બિનલાભકારી છે. અમને તે પદ માટે ગર્વ છે અને અમે એ સાબિત કરવા કટિબદ્ધ છીએ કે એક બિનલાભકારી પણ કોઈ લાભકારી હેતુ દ્વારા ચલાવાતા વ્યવસાય જેટલી જ અભિનવતા અને ઉન્નતિ લાવી શકે છે.
અમે Signal મેસેન્જરની મૂળ કંપની તરીકે Singal ફાઉન્ડેશનની રચના કરી છે કારણ કે અમે એક દિવસ અન્ય ગોપનીયતા જાળવતા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવાની આકાંક્ષા રાખીએ છીએ જે સમાન મિશન સુધી પહોંચે.
અમે Signal મેસેન્જરને વિશ્વભરના લાખો લોકોને એક નિઃશુલ્ક ઍપ તરીકે પહોંચાડવા માટે કોમ્યુનિટીના સપોર્ટ પર નિર્ભર છીએ. શું તમે આ પ્રયોજનને સપોર્ટ કરશો?
અમે Signal મેસેન્જરની મૂળ કંપની તરીકે Singal ફાઉન્ડેશનની રચના કરી છે કારણ કે અમે એક દિવસ અન્ય ગોપનીયતા જાળવતા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવાની આકાંક્ષા રાખીએ છીએ જે સમાન મિશન સુધી પહોંચે.
અમે Signal મેસેન્જરને વિશ્વભરના લાખો લોકોને એક નિઃશુલ્ક ઍપ તરીકે પહોંચાડવા માટે કોમ્યુનિટીના સપોર્ટ પર નિર્ભર છીએ. શું તમે આ પ્રયોજનને સપોર્ટ કરશો?
Brian Acton (બ્રાયન એક્ટન) એક ઉદ્યોગસાહસિક અને કોમ્પ્યુટર પ્રોગ્રામર છે જેમણે 2009 માં મેસેજિંગ ઍપ WhatsAppની સહ-સ્થાપના કરી હતી. 2014માં Facebookને ઍપ વેચી દીધા પછી, Actonએ તેના પ્રયાસોને બિનલાભકારી સાહસો પર કેન્દ્રિત કરવા માટે અને ગ્રાહક ડેટાના ઉપયોગ અને લક્ષ્યાંકિત જાહેરાતોને લગતા તફાવતોને કારણે કંપની છોડવાનું નક્કી કર્યું. 2018ના ફેબ્રુઆરીમાં, Actonએ Moxie Marlinspike (મોક્સી માર્લિન્સપાઇક)ની સાથે Signal ફાઉન્ડેશન શરૂ કરવા માટે તેણે પોતે $50 મિલિયન જેટલું રોકાણ કર્યું. Signal ફાઉન્ડેશન એ એક બિનલાભકારી સંસ્થા છે જે ખાનગી સંદેશાવ્યવહારને સુલભ, સુરક્ષિત અને સર્વવ્યાપક બનાવવાને લગતા પાયાના કામ કરવા પ્રત્યે સમર્પિત છે.
WhatsApp અને Signal ફાઉન્ડેશનની સ્થાપના કરતા પહેલાં, Actonએ Apple, Yahoo અને Adobe જેવી કંપનીઓમાં 25 વર્ષથી વધુ સમય સુધી સોફ્ટવેર નિર્માતા તરીકે કામ કર્યું હતું.
Moxie Marlinspike એ Signalના સ્થાપક છે.
Meredith Whittaker એ Signalના પ્રમુખ અને Signal ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.
તેણી ટેક, વ્યાપક ઉદ્યોગ, શિક્ષણ અને સરકારમાં 17 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. Signalમાં પ્રમુખ તરીકે જોડાતા પહેલાં, તેણી NYU ખાતે Minderoo રિસર્ચ પ્રોફેસર હતા, અને તેણીએ પોતાના દ્વારા સહ-સ્થાપિત AI Now સંસ્થાના ફેકલ્ટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેણીના સંશોધન અને વિદ્વતાપૂર્ણ કાર્યએ વૈશ્વિક AI પોલિસીને આકાર આપવામાં અને આધુનિક AI માટે દેખરેખ વ્યવસાય પદ્ધતિઓ અને જરૂરી ઔદ્યોગિક સંસાધનોની એકાગ્રતાને વધુ સારી રીતે ઓળખવા માટે AI પરના જાહેર વૃતાંતને બદલવામાં મદદ કરી. NYU પહેલાં, તેણીએ એક દાયકાથી વધુ સમય સુધી Google પર કામ કર્યું, જ્યાં તેણીએ ઉત્પાદન અને એન્જિનિયરિંગ ટીમનું નેતૃત્વ કર્યું, Googleના ઓપન રિસર્ચ ગ્રુપની સ્થાપના કરી અને M-Labની સહ-સ્થાપના કરી, જે વૈશ્વિક સ્તરે ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક મેઝરમેન્ટ પ્લેટફોર્મ છે જે હવે ઇન્ટરનેટ પ્રદર્શન પરના ઓપન ડેટાનો વિશ્વનો સૌથી મોટો ઓપન સોર્સ પૂરો પાડે છે. તેણીએ Googleમાં મુખ્ય આયોજનમાં પણ મદદ કરી. તેણી AI અને તેના નુકસાન અંગેની ચિંતાઓ પ્રત્યે કંપનીના અપૂરતા પ્રતિભાવ સામે પાછળ ધકેલનારા મુખ્ય આયોજકોમાંની એક હતી અને Google Walkoutની કેન્દ્રીય આયોજક હતી. તેણીએ વ્હાઇટ હાઉસ, FCC, ન્યુ યોર્ક શહેર, યુરોપિયન સંસદ અને અન્ય ઘણી સરકારો અને નાગરિક સમાજ સંસ્થાઓને ગોપનીયતા, સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઇન્ટરનેટ નીતિ અને માપન અંગે સલાહ આપી છે. અને તેણીએ તાજેતરમાં યુએસ ફેડરલ ટ્રેડ કમિશનમાં અધ્યક્ષના AI પરના વરિષ્ઠ સલાહકાર તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.